Posts

Showing posts from June, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
 Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

Image
 Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

Image
 બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સ...

Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
   Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper      Khergam news updates : 13-06-2024